દિવસ બદલાય એ પહેલા કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત: ભરતસિંહ

અમદાવાદ: આજે દિવસ બદલાય તે પહેલા ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો જાહેર થશે તેવી જાહેરાત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. અહીં તેમણે બધી તૈયારીઓ કરવા માટે દિલ્હીથી વહેલા આવી ગયા હોવાનું જણાવીને પોતે પક્ષથી નારાજ હોવાની વાતનો છેદ ઉડાડી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો સૈનિક છું. ચૂંટણીની વ્યવસ્થા માટે દિલ્હીથી વહેલો આવ્યું છું. પ્રદેશ પ્રમુખ હોવાથી મારી જવાબદારી વધી જાય છે.

img

પક્ષ કાર્યાલય પહોંચ્યા સોલંકી

ભાજપ દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ હજુ પહેલું લિસ્ટ પણ જારી નથી કર્યું. ઉમેદવારોના નામ ન જાહેર થતાં ટિકિટવાંચ્છુઓના ધબકારા વધી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ગુજરાત કોંગ્રેસ કાર્યાલયે પહોંચી ગયા હતા.

img

પાસના કાર્યકરો ચૂંટણી લડશે?

પાસના કાર્યકરો કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડશે તેના જવાબમાં ભરતસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસના સિધ્ધાંત, નીતિને સ્વીકારશે તે કોંગ્રેસના ચૂંટણી પ્રતિક પર લડશે. વધુમાં ઉમેર્યું હતું કે પાસે એલ્ટિમેટમ આપ્યું છે એ તેમને ખબર હશે. એ મામલે તેમને જ પૂછી લેવું જોઈએ. કોંગ્રેસમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને તેમની સાથે જોડાયેલા અન્ય પણ ચૂંટણી લડશે.

img

પાસ આગેવાનોએ કોઈ ટિકિટની માંગણી કરી નથી

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાસના આગેવાનોએ કોઈ ટિકિટની માંગણી કરી નથી. કોંગ્રેસ જ ગુજરાતના હિતમાં, વિકાસ માટે, ભલા માટે સ્વાભિવક રીતે ટિકિટની ફાળવણી કરવાનું છે. વ્યક્તિગત રીતે કોઈપણ કહી શકે કે તેને ટિકિટ મળી છે. યાદી આજે તારીખ બદલાય એ પહેલા જાહેર થઈ જશે. કોંગ્રેસ વૈચારિક અને વ્યુહાત્મક પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ રાહ જોઈને છેલ્લે પોતાની યાદી બહાર પાડી છે. કોંગ્રેસની યાદી આજની તારીખમાં જાહેર પડી જશે.

img

4 સિટિંગ ધારાસભ્યની ટિકિટ કપાશે

કોંગ્રેસ પોતાની પહેલી યાદી રાત્રે 9 વાગ્યા બાદ જાહેર કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા અને બીજા તબક્કામાં 4 સિટિંગ ધારાસભ્યો પોતાની ટિકિટ ગુમાવશે તેવી માહિતી સાંપડી રહી છે. જેમાં ધાનેરાના જોઈતાભાઈ પટેલ, વડગામના મણીભાઈ વાઘેલા, કાંકરેજના ધારસિંહ ખાનપુરા અને દરિયાપુરના ગ્યાસુદ્દીન શેખનો સમાવેશ થાય છે.

img